માતમનો માંડવો પરષોત્તમના ખોરડે ડુસકા લેવા લાગ્યો.હૈયું ફાટી પડે એવો આક્રંદ ચોમેર પડઘાઈ રહ્યો.દીકરીનું રૂપાળું મુખડું છેલ્લીવાર જોતો પરષોત્તમ દેવલીને બાથ ભરીને વરસી રહ્યો હતો.હૃદયનું આ ઊંડું દર્દ કોણ સમજે કે એક બાપ દીકરીને કેવી વિદાય આપે છે.મીંઢર બાંધ્યા હાથે વિદાય આપવાના ઓરતા જોઈ બેઠેલો બાપ આજે પોતાના કાળજાને બંધ થઈ ગયેલા હૃદય સંગ વિદાય આપી રહ્યો હતો.નાનકડી ફુલપરીસી લાગતી દીકરીને તે ટગર ટગર જોઈ રહ્યો.ઘડીક અવાક થઈ જતો તો વળી પાછો ઘડીક હીબકાં ભરી ભરીને દેવલીને ભીંજવી દેતો. .... દેવલી ઓ દેવલી આ તારો બાપ કેટલો અભાગીયો છે તું એકવાર જો તો