દિલ પ્રેમનો દરિયો છે - 28

(29)
  • 4.3k
  • 3
  • 1.5k

"શું થયું...???તમે બંને મને આમ કેમ જુવો છો...!!!" હસ્તા ચહેરે આવેલી પરી મહેર અને ઇશાનને ખામોશ જોઈ તેનો ચહેરો પણ પરેશાન થઇ ગયો."કંઈ તો નહીં, પ્રેકટિસ થઈ ગઈ હોય તો ચલે. સાંજે કોમ્પિટિશનમાં પણ જવાનું છે. " મહેર ખુરશી પરથી ઉભો થયો ને સ્ટુડિયોની બહાર જતા બોલ્યો. ઈશાનને તેનો જવાબ ન મળતાં તે હજુ ખામોશ જ હતો. તેના મનમાં ચાલતા વિચારોને પરી એકમિનિટમાં જ સમજી ગઇ. "મહેર, તું ધરે જા મારે ઈશાન સાથે થોડી એકલામાં વાત કરવી છે." મહેર પરીની વાત સમજી ગયો હોય તેમ કંઈ પણ બોલ્યાં વગર જ પોતાની ગાડી લઈને નિકળી ગયો. શાંત રસ્તામાં બંને ભાઈ-બહેન કંઈ પણ બોલ્યાં