(ચારેય મિત્રો સનાની ફિલ્મ શૂટ કરવામાં મદદરૂપ થઈ રહ્યા હતા. જંગલમાં સન્નીએ વાઘના પૂતળા પર ગોળી છોડેલી જે સાચુકલો વાઘ નીકળ્યો હતો એણે સન્ની પર વળતો હુમલો કરેલો. કબીરે સન્નીને બચાવ્યો અને એ વાઘની પાછળ જંગલમાં ભાગેલો...)કબીર વાઘનો પીંછો કરતો કરતો જંગલમાં ઘણો આગળ નીકળી ગયો હતો. અહીંયા ઝાડીઓ વધારે ગીચ હતી. પગ પણ જોઈને મૂકવો પડે એવી પરિસ્થિતિ હતી. અહીંયા જો સહેજ શરતચૂક થાય અને વાઘ હુમલો કરે તો બચવું મુશ્કેલ પડે એવું હતું. કબીરે વિચાર્યું કે એણે પાછા ફરી જવું જોઈએ. જે રસ્તેથી આવ્યો હતો તે જ રસ્તે પાછો જવા એ આગળ વધ્યો. સાચવીને પગ મુકતો કબીર એક હાથમાં