આર્યા અને અનિરુદ્ધના વાઈરલ થયેલા ફોટા સોશ્યલ મીડિયા પરથી હટાવી દેવામાં આવ્યા, પરંતુ એ પહેલાં જ એ મહિલા સંગઠન પાસે પહોંચી ચૂક્યા હતા. આર્યા એક યુવતી હોવાની સાથે અનાથ પણ હતી, એની સાથે થયેલા દુષ્કર્મનું વળતર અનિરુદ્ધે ચૂકવવું જ જોઈએ એવી માગણી સાથે મહિલા મંડળ હોસ્પિટલની બહાર જમા થઈ ગયું. એ વળતર હતું અનિરુદ્ધ અને આર્યાના લગ્ન!!! સિવિલ સર્વિસીઝ બોર્ડ જાણતું હતું કે અનિરુદ્ધ શ્રેષ્ઠ અધિકારીઓ પૈકીનો એક છે, એક પ્રામાણિક અધિકારી તરીકેની એની છબી સમગ્ર દેશમાં બની રહી હતી. એવામાં આ ઘટનાને કારણે આખા રાજ્યમાં એ ચર્ચાનો વિષય બની ગયો. ઘણી ન્યૂઝ ચેનલો પર પણ આ વિષય