અંતિમ વળાંક - 4

(28)
  • 4.1k
  • 2
  • 2.5k

અંતિમ વળાંક પ્રકરણ ૪ મૌલિકની દર્દભરી કહાની સાંભળીને ઇશાનની ઉંઘ ઉડી ગઈ હતી. મૌલિકે તો તેના ખુદના અનુભવના આધારે જજમેન્ટ આપી દીધું હતું કે ઈશ્ક,મોહબ્બત, પ્યાર એ બધું ફિલ્મોમાં જ હોય છે. વાસ્તવિક જીવનમાં તો આ બધાથી દૂર રહેવું જ સારું. મૌલિક પ્રથમ પ્રેમમાં જ દગાનો ભોગ બન્યો હતો. કહેવાય છે કે દગો કોઈનો સગો નહિ. દગો આપનાર વ્યક્તિ જેટલી દિલની નજીક હોય તેટલી પીડા વધારે. મૌલિકે કેટલી ઉત્કટતાથી નેન્સીને ચાહી હશે? કદાચ તેથી જ તે બોલ્યો હતો કે ગમે તેમ તો પણ નેન્સી મારી પત્ની છે. ભરી કોર્ટમાં હું તેને બદચલન કઈ રીતે સાબિત કરી શકું? જોગાનુજોગ છેલ્લા અડતાલીસ