પગથિયું

  • 3.3k
  • 933

ગુલાબી સવાર હતી. સુંદર સવારની સાથે સાથે ચારે બાજુ લીલાછમ વૃક્ષો ને ફૂલોની સુગંધ પ્રસરી રહી હતી. આજુબાજુ પંખીઓનો સુંદર કલરવ સંભળાઈ રહ્યો હતો. સવારની શાંતિ વાતાવરણને સુંદર રૂપ આપી રહી હતી. સ્થળ હતું પાવાગઢ. પાવાગઢના પગથિયાં ચડતી ઓગણીસ વર્ષની ફોરમ થાકીને ઓટલે બેસી આ સુંદર દૃશ્ય નિહાળી રહી હતી. બારમાં ધોરણની વિદાય બાદ તે તેના મિત્રો સાથે અહીં સુધી આવી હતી. સૌથી આગળ મંદિરે પહોંચવાની હરીફાઈમાં તે ખૂબ જ આગળ સુધી પહોંચી ગઈ હતી. આજુબાજુની નાની નાની દુકાનો હજુ બંધ હતી. શ્રદ્ધાળુઓ પણ પગથિયે ઓછા નજરે પડતા હતા. ખૂબ જ શાંતિભર્યા આ વાતાવરણમાં અચાનક જ ફોરમની નજર ત્યાંથી થોડે દુર