પ્રશ્નપેપરમાં માત્ર એક જ સવાલ પૂછાયો ! સો માર્કનો !! સવાલ નીચે મુજબ હતો.સવાલ : આફત પર નિબંધ લખો ! પછી, ટૂંકનોંધ લખો ! અને છેલ્લે એક વાક્યમાં જવાબ આપો ! (સો માર્ક).વિદ્યાર્થી માટે તો સવાલ જ આફત જેવો બની ગયો ! આફતનું ટૂંકાણથી લઈને વિસ્તાર સુધી વર્ગીકરણ કરવાનું હતું !નિબંધના વીસ માર્ક હતા, ટૂંકનોંધના ત્રીસ માર્ક ને એક વાક્યમાં જવાબ આપવાના પચાસ માર્ક હતા ! ઓછા શબ્દોના વધારે માર્ક મળવાના હતા. શબ્દોના પ્રયોગ પાણીની જેમ કરવાનો હતો.નિબંધમાં આડેધડ છબછબિયા કરવાના હતા, ટૂંકનોંધમાં કૂવાનું પાણી માટલામાં ભરી