ભાષા અને આત્મનિર્ભરતા

  • 3.4k
  • 1.2k

મોદી સાહેબે પોતાના રાષ્ટ્રજોગ પ્રવચનમાં આત્મનિર્ભરતા નો ઉલ્લેખ કર્યો એટલે વોટ્સઅપ યુનિવર્સીટીમાં જાત જાતની ભારતીય વસ્તુઓના નામ ફરતા થઇ ગયા. સારી વાત છે. સ્વદેશી સામાન વાપરવાના ફાયદાઓ ગાંધીજી સહિત ઘણા લોકો જણાવી ચુક્યા છે. પરંતુ હમણાં મારા એક મિત્રે સ્વદેશી ભાષા વાપરવા વિશે સરસ પ્રશ્ન પૂછ્યો. માત્ર સામાન સ્વદેશી વાપરવાથી આત્મનિર્ભરતા તો આવી જશે પરંતુ ભારતીયતા નું ગૌરવ આવશે કે કેમ એ પશ્ન છે. ખરેખર તો સામાનની સાથે સાથે ભાષા પણ સ્વદેશી જ વાપરવાનો આગ્રહ રાખવો પ્રાસંગિક પણ છે અને ખુબ જ જરૂરી પણ છે. ઇતિહાસકારો અને ભાષાનિષ્ણાતો પણ અંગ્રેજી ભાષાના વધતા પ્રભાવ સામે ચેતવણી આપી ચુક્યા છે. કહેવાય છે કે કોઈ સંસ્કૃતિને નષ્ટ કરવી હોય તો પેહલા તેની ભાષાને ખતમ કરો. આમ થવાથી આપણા પૂર્વજોએ વર્ષોના અનુભવથી મેળવેલું અને ભાષામાં લખાયેલું જ્ઞાન નષ્ટપ્રાયઃ બની જશે અને આપણું વિદેશો પરનું પરાવલંબન વધતું જશે.આપણું આપણી માતૃભૂમિ સાથેનું બંધન નબળું થતું જશે તથા આપણા મૂળ પ્રત્યેની ગૌરવની ભાવના ઘટતી જશે. આજકાલ અંગ્રેજી માધ્યમમાં