સ્કાય હેઝ નો લીમીટ પ્રકરણ-20 મલ્લિકાની મોમ કાલીન્દીબહેને મોહિતની મંમી મોનીકાબેન સાથે પાછી ચાલ ચાલી અને પોતે છોકરીવાળા છે એવાં બધાં ડાયલોગ મારીને એવું ચિત્ર ઉભું કહી દીધું કે હાલ મોહીત અને મલ્લિકા વચ્ચે જે કંઇ ખટરાગ ઝગડો થયો છે એનાં જવાબદાર મોનીકાબેન પોતેજ છે. અને મોનીકાબેન કંઇ સમજે પહેલાં ફોન મૂકી દીધો. મોનીકાબેન ચિંતામાં પડી ગયાં મારાં ફોન જવાથી એ લોકો વચ્ચે શું થયું હશે ? મોહીતે કંઇક વધારે કહી દીધું હશે ? એ ખૂબ લાગણીવાળો છે એવો શોર્ટ ટેમ્પર પણ છે એણે જરૂર મલ્લિકાને કંઇ કીધુ જ હશે... કંઇ નહીં એ લોકોને થોડો સમય આપું. એકબીજાને સમજવા હું પછીજ