નફરતની આગ માં પ્રેમ નું ખીલ્યું ગુલાબ - ૨૫

(43)
  • 3.8k
  • 2
  • 1.9k

નફરતની આગમાં પ્રેમનું ખીલ્યું ગુલાબ-૨૫સુરજના પ્લાન મુજબ જ બધું થઈ રહ્યું હતું. ધનસુખભાઈને એંજલની એવી હાલત જોઈને પછતાવો થઈ રહ્યો હતો. સુરજ ધનસુખભાઈ સાથે કારમાં બેસી ગયો. ધનસુખભાઈએ કારને સંધ્યાના ઘરની બદલે બીજી તરફ વાળી દીધી. સુરજની સમજમાં કાંઈ નાં આવ્યું. ધનસુખભાઈના ચહેરાનાં હાવભાવ પણ બદલાઈ ગયાં હતાં. થોડીવાર પહેલાં જે દુઃખ અને હતાશા તેમનાં ચહેરા પર હતી. એ ગાયબ થઈ ગઈ હતી. એની જગ્યાએ એક રહસ્યમયી હાસ્ય તેમનાં ચહેરા પર રમી રહ્યું હતું.આશરે અડધી કલાકનાં સમય બાદ ધનસુખભાઈએ એક આલિશાન બંગલાની સામે કાર રોકી. અદ્ભુત કોતરણી ધરાવતો એ બંગલો કોઈ હવેલી જેવો લાગતો હતો. પણ તેમાં એક મુખ્ય દરવાજા સિવાય