ભાગ -21 રહસ્યમય પુરાણી દેરી - 21 (આગળનાં ભાગમાં જોયું કે કરશન ભગત વાલજીની પત્નીનો મજબૂરીમાં લાભ ઉઠાવતા પોતાના ઘરનો દરવાજો બંધ કર્યો. હવે આગળ...) મુખીજી હજુ શાંત જ હતાં. ત્યાં પ્રવીણભાઈએ ઉતાવળમાં ફરીથી પુછ્યું, "પછી શુ થયુ, કરશન ભગતે કાળું કામ કર્યું કે વાલજીની પત્ની એ બચી ગઇ." મુખીજી નીચું મોઢું રાખી બોલ્યા કે " પ્રવીણ, એક વાર તેને પોતાની વાત મારા સમક્ષ રજુ કરી હોત, ગામમાંથી ગમે એમ કરીને એનાં ઘરનું ખાવા પીવાનું કરાવી આપેત." પ્રવીણભાઈ એ ઉદારતા બતાવતા કહ્યુ કે " હવે જેનાં જેવા ભાગ્ય મુખીજી. એમા આપણે શુ કરી શકી." આંખમાં ફરી સરતા આંસુ સાથે મુખી