અંગારપથ. - 53

(177)
  • 9.2k
  • 11
  • 4.6k

અંગારપથ. પ્રકરણ-૫૩. પ્રવીણ પીઠડીયા. “માયગોડ અભિ, ક્યાં છો તું?” ભયંકર આઘાતથી લોબો બોલી ઉઠયો. છેલ્લા થોડા કલાકો દરમ્યાન ન જાણે કેટલાય કોલ તે કરી ચૂકયો હતો પરંતુ અભિનો ફોન સતત આઉટ ઓફ રીચ આવતો હતો. તે અકળાતો હતો કારણ કે અભિની ફિતરતથી હવે તેને પણ બીક લાગવાં માંડી હતી. અભિએ ગોવામાં પગ મૂકયો હતો ત્યારથી એકધારા ધમાકાઓ જ થતાં હતા અને તેણે સમગ્ર ગોવામાં ઉથલ-પાથલ મચાવી મૂકી હતી. “એ અગત્યનું નથી કે હું ક્યાં છું! રુબરું મળીશ ત્યારે તું જાણી જ જઈશ. અત્યારે તાત્કાલીક એક એમ્બ્યૂલન્સની વ્યવસ્થા કરાવ. હું એક વ્યક્તિને લઈને આવું છું. એ ઘાયલ છે એટલે