બાર ડાન્સર - 1

(60)
  • 10k
  • 7
  • 3.9k

બાર ડાન્સર વિભાવરી વર્મા ચેપ્ટર : ૧ “લિફ્ટ બિગડ ગૈલી આહે !” તમાકુવાળા દાંત બતાડતો મરાઠી લિફ્ટમેન નફ્ફટની જેમ હસતો બોલ્યો. પાર્વતીને એવી દાઝ ચડી કે એના દાંત પાડી નાંખે... આ સાલી, રોજની રામાયણ હતી. એક તો છ-સાત દિવસથી ઘૂંટણમાં દુઃખાવો થાય છે. એમાં સાલી, આ લિફ્ટની બબાલ... સાતમા માળવાળી ઉષા મેડમ જતાંની સાથે દિમાગ ખાશે : “પાર્વતી, કેમ મોડી આવી ? કેટલી વાર કહ્યું તને, કે મારે ત્યાં કામ કરવું હોય તો ટાઈમ સાચવવાનો...” આજે તો કહી જ દેવું છે સાલીને, લે રાખ તારી નોકરી ને કર મારો હિસાબ ! આ શું રોજની ઝિકઝિક... તારી એકલીનું કામ થોડી લઈને