પુસ્તક-પત્રની શરતો - 8 - છેલ્લો ભાગ

  • 2.6k
  • 1.1k

પુસ્તક-પત્રની શરતો ભાગ-૮ જોસેફ પડખે સુતી જીનીનાં મોં સામે જોઈ રહ્યો.જીનીનાં સુશીલ મુખવદનને જોતો-જોતો જોસેફ સુઈ ગયો.-તે ઊંઘમાંથી સ્વપ્નની દુનિયામાં સરી પડ્યો.જોસેફે જોયું કે તે વિન્ગ્સ્ટન વિસ્તારમાં આવેલ ઘરમાં એકલો છે.રાત્રી ગાઢ અંધારી હતી.તે ધીરે-ધીરે સીડીઓથી બેસમેન્ટમાં ઉતરે છે અને બેસમેન્ટને યાદોમાં સમાવી લેવા માંગતો હોય તેમ તેનાં ખૂણા ખાંચરાને જુએ છે.પછી તે સીડીઓ ચડે છે.ત્રીજા પગથિયાં પર ઊભો હોય છે ત્યાં તેનાં કાને કોઈ બાળકનાં રડવાનો અવાજ સંભળાય છે.બાળકનાં તીવ્ર રુદન છતાં તે અવાજની અવગણના કરી તે બેડ રૂમ ભણી જાય છે.બેડરૂમનો દરવાજો અર્ધો ખુલ્લો હોય છે અને તેમાંથી ચમકતો પ્રકાશ, કિરણોનાં લિસોટા સાથે અર્ધખુલ્લા દર્વાજામાંથી બરાવ આવવા પ્રયત્ન કરે છે.ફટાક દઈને જોસેફ દરવાજો ખોલે છે.બેડરૂમમાં પ્રકાશમાન વસ્તુથી જોસેફની આંખો અંજાઈ જાય છે.પ્રકાશ ધીરે