લોકડાઉન ૨.૦

(13)
  • 3.2k
  • 1
  • 883

મુંબઈની ગલીનાં વડાપાવની લારીએ ઊભી રહેલી ખુબસુરત ડોલની જેમ દેખાતી રુહી આજે શું યાદ કરતી હતી ભગવાન જાણે..!! “અરે રુહી શૉકેસમાં શો પીસ માટે ઊભી છે કે ? જલ્દી કામે લાગ..” માએ બૂમ મારતાં કહ્યું.“અરે આવી મા.”રુહીએ સલવાર પરથી પોતાનો દુપટો હટાવ્યો અને એક બાજુ વ્યવસ્થિત ગોઠવીને મૂકી દીધો. સાથે જ એપ્રન પહેરવા લાગી પણ એનું ધ્યાન રસ્તા પર આવતા જતાં લોકો પર જ જઈ રહ્યું હતું. એનું મન બેચેન થઈ રહ્યું હતું. માએ રાખેલું ધકધકતું તેલ જેટલું જ એનું દિલ પણ ઉકળી રહ્યું હતું. “કમ્બક્ત..!! ગયો ક્યાં છે?? આ જ ટાઈમે તો અહીંયાંથી પસાર થાય છે..!!” મનમાં જ ખીજ કાઢતી રુહી