એ જિંદગી, ફિર ગલે લગાલે

  • 3.2k
  • 2
  • 927

એ જિંદગી, ફિર ગલે લગાલે***************હમણાં જ ડો. જગદીપ નાણાવટી ની કવિતા 'ખુલશે કે નહીં તાળું' વાંચી.કેન્દ્ર સરકારને આદર સહ પ્રણામ કે ખરે વખતે લોકડાઉન કરી જે કેઇસો મહત્તમ કરોડમાં પહોંચી શક્યા હોત તે એક્ટિવ 52 હજારે અઢી મહિના પછી પહોંચ્યા.પણ એ માટે જીવન ઘરની ચાર દીવાલોમાં કાયમ માટે કેદ, ન કોઈ રીપેરર મળે, ન દૂધ સિવાય જરૂરની વસ્તુ. ચપ્પલ તૂટે તો સાંધવા મોચી પણ નહીં. પગલું સાચું હતું પણ એકાદ વીક શાક પણ નહીં. ન વૃદ્ધો ડરના માર્યા પગ છૂટો કરવા અર્ધો કલાક ઘર નજીક ચાલી શકે ન બેંકમાં 3 મહિનાથી ચડેલ કામ થાય. ન ફાટેલું કપડું સીવાય કે નવા કપડાં,