અભણ અને ભણેલા વચ્ચે માથાકૂટ થઈ

(19)
  • 4.7k
  • 2
  • 1.2k

લોકડાઉનની તાત્કાલિક અસરથી ઘરમાં કેશ પૂરું થઈ ગયું, એટલે 65 વર્ષના કાઠિયાવાડી બાપાને ATM કાર્ડનો પહેલીવાર ઉપયોગ કરવાનું સદભાગ્ય પ્રાપ્ત થયું. દસેક વર્ષથી ATM કાર્ડ તિજોરીના ખૂણામાં ધૂળ ખાતું હશે.બાપા ખાસ ભણેલા તો નહીં પણ સ્વાભિમાની જબરા...બને ત્યાં સુધી કોઈની મદદ ના માગે. એવામાં બાપા ગયા ATM મશીન પાસે, ATM કાર્ડ દાખલ કર્યું! પણ સિસ્ટમ અંગ્રેજીમાં એવો મેસેજ બતાવે કે "તમારું કાર્ડ જૂનું છે, નવા અપગ્રેડ કાર્ડ માટે નજીકની બ્રાન્ચનો સંપર્ક કરો.." અને બાપા એવું સમજે કે 'સાલા પિનનંબર ખોટા પડે છે' એટલે બાપાએ ત્રણ-ચાર વખત ટ્રાય કરી અલગ અલગ પિનનંબર નાખીને પણ મેળ ના પડ્યો.એવામાં ઉતાવળમાં એક ભાઈ પૈસા