પ્રકરણ ૬ થોડા સમય પછી કવિથે પોતાની હોન્ડા સિટી વાઈડ એન્ગલ મોલમાં નીચે પાર્ક કરે છે પોતાની ડાયરી લે છે અને ઉપર રહેલાં સીસીડીમાં જાય છે. ક્રિષાએ ત્યાં પહેલીથી જ બેઠેલી હોય છે. મરુન કલરના ફ્રોકમાં આજે તે ખુશ લાગી રહી હતી. કવિથને જોઇને તેની એક્ષાઇટમેંટ બમણી થઇ ગઈ અને આજુબાજુ રહેલા લોકોની પરવા કર્યા વગર કવીથને ભેટી પડી. કવિ થેંક્યું ફોર કમિંગ.!! ક્રિષા ખુશ હતી. તેની ખુશી તેના ચેહરા પર દેખાઈ રહી હતી. વર્ષો પછી જાણે તે જે ઇચ્છતી હતી તે પામી લેવા માટે આજે તે આતુર હતી. કવિમય થવું હતું તેને. કવિથની કવિતામાં ફરવું હતું. કવિથની કવિતાની