પેન્ટાગોન - ૮

(73)
  • 4.2k
  • 6
  • 2.1k

કબીર, સાગર, સન્ની અને રવિ ચારેય મિત્રો કમને મહેલમાં પાછા આવ્યા હતા. એ લોકોના મનમાં હવે આ જગ્યા સલામત નથી એ વાત પાક્કી થઈ ગયેલી. આજની રાત જેમ તેમ કરીને પસાર થઈ જાય પછી કાલ સવાર સુધીમાં ગમે તે રીતે એ લોકો આ મહેલમાંથી નીકળી જ જશે એ વાત નક્કી હતી.એ લોકો જેવા અંદર દાખલ થયા કે સામે જ સના ઉભેલી દેખાઈ. એના ચહેરા પર વિજયી સ્મિત હતું. ચારેય ભાઈબંધને એની ઉપર ખીજ તો ઘણી ચઢી પણ હાલ કંઈ બોલવાનું નથી એમ માનીને એ લોકો ચૂપ રહ્યા.સના જાણે ત્યાં હાજર જ નથી એમ એને જોયા છતાં ના જોઈ હોય એવું