પ્રતિબિંબ - 3

(93)
  • 4.6k
  • 7
  • 2.9k

પ્રતિબિંબ પ્રકરણ - ૩ ઈતિ આરવની પાછળ પાછળ આજુબાજુ જોતી જોતી ચાલવા લાગી. ઈતિ પોતે મનમાં વિચારવા લાગી, આ છોકરો મને ક્યાં લઈ જાય છે ?? પણ કંઈ ઓપ્શન નથી મારી પાસે એની સાથે જવાં સિવાય. કંઈ નહીં ગમે તેવો પણ ગુજરાતી તો છે ને આ અજાણ્યાં ભુરીયાઓ કરતાં તો સારો હશે ને !! આરવને બહું કોન્ફિડન્સમાં આગળ વધતાં જોઈને ઈતિ વિચારવા લાગી, લાગે છે આ પહેલા પણ આવી ગયો હોય એવું લાગે છે આ છોકરો..‌બાકી જો ને પોતાનાં ગુજરાતમાં જ ફરતો હોય એમ અલમસ્ત ચાલી રહ્યો છે.‌. બહારનાં ભાગમાં આવતા જ એણે એક ગાડી બોલાવીને ઈંગ્લીશમાં એની સાથે કંઈ