અંશ અને ભરત વૃદ્ધાને નમસ્તે કહી આદરભાવથી ઉભા રહ્યા. વૃદ્ધાએ એની તરફ નજર કરી થોડીવાર એમ જ જોઈ રહી. "ઓહ તમે આવી ગયા બન્ને, મને એમ હતું કે તમે નહિ આવો." થોડું સ્મિત કરી હુક્કાનો કસ લીધો અને નાની બાળકીને કહ્યું કે, "જા અંદર જઈ ચમેલીને કહે બે ખુરશી લઈ આવે." બાળકી અંદર જતી રહી. વાતાવરણ શાંત હતું. કોઈ જ બોલતું ન હતું. ત્રણે વચ્ચે મૌન હતું. માત્ર હુક્કાનો અવાજ આવતો હતો. ત્યાં જ અંદર થી ચમેલી બે ખુરશી લઈને આવી. ફરી ભરત એના લટકા, ઉભરતા વક્ષ, ગુલાબી હોઠ, કાજલ કરેલી કામણગારી આંખો પર મોહિત થઈ ગયો. મનમાં જ વિ