2. કેવી લાંબી લાંબી વાતો થતી હતી ! રાત વીતી જતી પણ વાતો ખૂટતી નહીં. એ સમજ હતી એકબીજાની. એકમાં બે અને બેમાં એક થઈને જીવવાની. એક દિવસ અમે ‘હિલ ગાર્ડન’માં ફરતા હતા ત્યારે મેં અવિનાશને પૂછ્યું હતું... ‘અવિનાશ, તારી દ્રષ્ટિએ પ્રેમની વ્યાખ્યા શું છે ?’ ‘કંઈ નહીં.’ તેણે દૂર જોતા કહ્યું હતું. ‘કેમ ?’ ‘દરેક વસ્તુને વ્યખ્યાકિત નથી કરી શકાતી અનુ.’ ‘એકબીજાને ચાહવું, એકબીજાને સમજવું, એકબીજાને સાથ આપવો, એકબીજા સાથે જીવવું, એકબીજાની કેર કરવી... એ ન આવી શકે પ્રેમમાં ?’ ‘આટલી પાતળી વ્યાખ્યા પ્રેમની ?’ મને ત્યારે સમજાયું કે પ્રેમ વિશે તો હું કંઈ જાણતી જ નથી. મારી પ્રેમની