મહેલ તરફ આગળ વધતા પહેલા એ લોકો નુએન પાસે ગયા. રાજા કેરાકને જોઈ નુએન ખુશ થઈ ગયો. બધી સ્થિતિ એની સમજમાં આવી ગઈ. પછી નિયાબીએ નુએનને દરેક વાત જણાવી દીધી.નુએન: ઓહ! આતો અયોગ્ય થયું.નિયાબી: હા પણ મને એ ના સમજ પડી કે મોઝિનો ઉપર કાલનિંદ્રાચક્રની અસર કેમ ના થઈ?કેરાક: કેમકે એ મોઝિનો છે. જાદુના દરેક દાવપેચ એ જાણે છે. એણે પહેલાથી જ આની વ્યવસ્થા કરી રાખી હશે.નિયાબી આ સાંભળી નવાઈ પામી. એ કેરકને જોવા લાગી.કેરાક એની દ્રષ્ટિ સમજી ગયો ને બોલ્યો, નિયાબી મોઝિનો એક જાદુગર છે. આ ત્રિશુલ એના માટે ખૂબ મહત્વનું છે. ને એટલે એણે એની સભાળના ભાગ રૂપે