નીલકમલ

(13)
  • 4.5k
  • 1
  • 2.1k

આકાશમાં ધીરે ધીરે ગુલાબી રંગ છવાઈ રહ્યો હતો. કમલ પોતાના ઘરના આંગણામાં મુકેલા ઝૂલા પર બેસીને સૂર્યાસ્તના બદલાતા રંગ પોતાની આંખોમાં ભરી રહી હતી. આકાશના ગુલાબી રંગ જેવો જ કુરતો પહેરીને ઝૂલા પર હળવી ઠેસ મારીને ઝૂલી રહી હતી .હિંચકો એની પ્રિય જગ્યા હતી અને સૂર્ય અસ્ત થતા જોવો તે તેનું પ્રિય કામ હતુ . આરસમાંથી કોતરેલી એક જીવંત મૂર્તિ સમી હતી કમલ. બેદાગ ચહેરો સપ્રમાણ ઉંચાઈ, લાંબા રેશમી વાળ , લાંબી કોડીયો જેવી આંખો, ચહેરા પ્રમાણે ધનુષ આકારે ગોઠવાયેલા હોઠ અને તેમાં તેના વાંકાચૂકા દાંત એક અનોખું સૌંદર્ય પૂરતા હતા. નાનપણથી જ કામ કરવાની એની