પીળો પ્રલય "શું ભાવ છે આજે ગોલ્ડનો? " કીર્તિએ એમના પરમપૂજ્ય એવા ન્યૂઝપેપર વાંચવામાં મશગુલ પિતાજીને પૂછ્યું. મગનદાદાએ જરાં મોઢું ઉઠાવીને ચશ્માં નાકથી જરાં ઉપર ચડાવીને બ્રહ્રમરો ઊંચી કરીને જીર્ણ અવાજથી કહ્યું, "આજે તો અડસઠ હાજર બસ્સો છે! કૂદકેને ભૂસકે વધે છે હમણાં તો !" એમાંય માણેકબા એ ટાપસી પુરી," શું એટલો બધો મોહ છે આ સોનામાં? રોજ સવારે ઉઠેને ભગવાનનું નામ લીધા પહેલા સોનાનાં ભાવ જોવે છે મૂઆ." "બા, તને સમજના પડે આમાં. અત્યારે તો સોનુ જ મારો ભગ