મા ને કાગળ(પત્ર)

  • 4.3k
  • 1.1k

માં ને કાગળ***વ્હાલી મમ્મી,, કેમ છે તું મજામાં તો હોઈશ ને સ્વર્ગમા, હું પણ મજામાં છું પણ તારા વગર સહેજ ઓછો કેમ ઘણો ઓછો એમ,આમ તો બચપણથી તને ક્યારેય જોઈજ નથી બસ એક આછી તુટેલી કોઈના લગ્નના ટોળામાં તું ઉભી હતી એ જ જોયું હતું માત્ર,,એ પણ કેવળ છવિ પૂરતું કે લોકો કહેતા આ તારી મમ્મી છે, બસ એ જ તસ્વીર મેં મનમાં ઘૂંટવી રાખી છે,અને હાએ તસ્વીર પણ જેમની પાસે છે ત્યાંથી નથી લાવ્યો હું કેમ કેએમની પણ એ છવિ પૂરતી આખરી નિશાની તારા સંબંધોની છે,તું એમની સાથે રમી, કૂદી ,ભળી