જાણે- અજાણે લાખ મુશ્કેલી અને આંસુઓ વચ્ચે એક પ્રેમનો ફણગો ફુટી નિકળ્યો. અને રેવા કૌશલને વળગી પડી. રેવા અને કૌશલ પોતાની સમજશક્તિ ખોઈ બેઠાં હતાં. તેમની આસપાસ કોણ છે, કોણ નહિ, કોણ શું વિચારે છે કે કોનાં મનમાં શું ચાલતું હશે તે કશાંની ચિંતા તેમને નહતી નડી રહી. પણ રોહન અને અનંતનાં મન કચવાય રહ્યાં હતાં. રોહન પોતાની જગ્યાથી ઉભો થઈ રેવા પાસે આવ્યો. કૌશલને વિટળાયેલાં રેવાનાં હાથ કૌશલથી છુટાં કરતાં અને રેવાને થોડી કૌશલથી દુર કરતાં તે ઉભો રહ્યો. તેનાં ચહેરાં પર થોડો ગુસ્સો અને થોડું દુઃખ દેખાય રહ્યું હતું.