સવારે દિયા તૈયાર થઈ ધનજી દાદા અને શારદાબા સાથે નાસ્તો કરવા બેઠી.અચાનક શારદાબા ખુરશી પરથી પડી ગયા. દિયાએ શારદાબાના મોઢા પર પાણી છાંટ્યું પણ તે ભાનમાં ના આવ્યા. ધનજીભાઈએ ફટાફટ પોતાની કાર કાઢી . દિયાએ નોકરોની મદદથી શારદાબાને ગાડીમાં બેસાડ્યા અને તે પણ સીટમાં ગોઠવાઈ. ધનજી દાદાએ આમોદની મોટી હોસ્પિટલ પાસે ગાડી ઉભી રાખી અને હોસ્પિટલના સ્ટાફને બોલાવ્યા. થોડીવારમાં બે જણા સ્ટ્રેચર લઈ આવ્યા અને શારદાબહેનને તેમાં સુવડાવ્યા.દિયા પણ ધનજીભાઈની સાથે સ્ટ્રેચરની પાછળ પાછળ ગઈ. ડોક્ટરે શારદાબેનનુ ચેકઅપ કર્યું અને અમુક રિપોર્ટ કર્યા. ધનજીભાઈ શારદા બાના ખાટલા પાસે બેઠા બેઠા રડતા હતા તે જોઈ દિયાએ તેને