સીન 2 :- શિવ સાંજે ઘરે પાછો ફરે છે. આખાય દિવસ નાં કામકાજ થી થાકીને લોથપોથ. આખું શરીર અકળાય છે, માથા પર ન જાણે કોઈએ કઈક વજન મૂકી દીધો ન હોય સતત એવું લાગ્યા કરે છે, તેને માથું ભારે લાગે છે. એક ખભે બેગ, બીજા હાથમાં ટિફિન, એક હાથ કોણી એથી વળેલો અને તે હાથમાં ઈસ્ત્રી વિખરાયેલું ને કરચલી પડી ગયેલું શૂટ. આમ આ થાકેલો માણસ પોતાની કાર માંથી નીચે ઉતરે છે. તેની પત્ની ઉપર બાલ્કની માં ઉભી આ બધું નિહાળી રહી છે. તે પારખી લે છે કે શિવ આજે ખુબજ થાકેલો જણાય છે. તેની