આરુદ્ધ an eternal love - ભાગ-૧૭

(29)
  • 3k
  • 4
  • 1.7k

"ગુડ મોર્નિંગ સર..." "મોર્નિંગ...." આજે અનિરુદ્ધ ખૂબ બિઝી હતો. આર્યા સમજી શકતી હતી કે આજનો દિવસ એના માટે કેટલો ગંભીર અને મહત્વનો હતો. બધા કામે લાગ્યા હતા. આર્યા પણ સમય બગાડ્યા વગર વ્યવસ્થામાં જોડાઈ ગઈ. આરામ કરવાની ડોક્ટરની સલાહ અનિરુદ્ધ સતત અવગણી રહ્યો હતો. એને જોઈને એની ખરાબ શારીરિક પરિસ્થિતિ જણાઈ આવતી હતી. પ્રધાનમંત્રી અને બીજા મહેમાનો આવી ચૂક્યા હતા, કાર્યક્રમ ખૂબ જ સારી રીતે ચાલી રહ્યો હતો. હાથે પાટો બાંધેલા અનિરુદ્ધને સતત દોડધામ કરતો જોઈને ખુદ પ્રધાનમંત્રીએ પણ એની તબિયત પૂછી. અનિરુદ્ધે બનાવડાવેલ જિલ્લાનો ઇતિહાસ તો એ દિવસે ખૂબ જ વખણાયો. સર્વત્ર