ઘણું છે...સુરજ બની જગને અજવાળવાની કોઈ ઈચ્છા નથી, દિપક બની મંદિરમાં પ્રકાશ આપી શકાય તો ઘણું છ. મોટી મોટી નદીઓ બની પૂજાવાની કોઈ ઈચ્છા નથી, નાનું ઝરણું બની મુસાફરોની તરસ છીપાવી શકાય તો ઘણું છે. મોટા પર્વતો બની શોભાયમાન થવાની કોઈ ઈચ્છા નથી, નાની કાંકરીઓ થકી પગથિયું બનાય તો ઘણું છે. મોટા મોટા લેખો લખી પ્રસિદ્ધ થવાની કોઈ ઈચ્છા નથી,હૃદયસ્પર્શી ચાર લીટી લખી શકાય તો ઘણું છે . માન સન્માનમાં યોજાય મોટા સંમેલનો એવી કોઈ ઈચ્છા નથી, વાચકોનો સ્નેહભીનો પ્રતિસાદ મળે તો ઘણું છે. સૌને પાછળ રાખી આગળ નીકળી જવાની કોઈ ઈચ્છા નથી, સૌને સાથે લઈને ચાલી શકાય તો ઘણું છે.###########################જાય છેપથરાઓ ડૂબી જાય છે ને ફુલડાઓ તરી જાય