શિયાળાની સાંજ હતી.કૉલેજ છેક સાડા છ એ પુરી થઈ હતી અને અનેરીનું ઘર કૉલેજથી છેક પચાસ કિલોમીટર દુર હતુ.અનેરી રોજ તો બહેનપણીઓ સાથે આરામથી અપડાઉન કરી લેતી હતી,પણ આજે આટલા વાગ્યા સુધી રોકવામાં આજે એ એકલી જ પડી ગઈ હતી.ઍની ક્લાસની ઍની પાક્કી બહેનપણીની તબિયત ખરાબ હોવાથી આજે વહેલા જ લેબ પ્રેક્ટિકલ ભર્યા વગર ઘરે જતી રહી હતી. પોણા સાતે બસ માટે રાહ જોતી અનેરી બસ સ્ટેન્ડ પર ઊભી રહી.ઘરેથી એક ફોન આવી ગયો. છેવટે રીક્ષા કરીને જ ઘરે જતું રહેવાનું ઉચિત લાગ્યું.અંધારું થયે તો કલાક જેવું વીતી ગયુ હતુ.રસ્તાની લાઈટો પણ ચાલુ થયે ઘણો ટાઈમ થયો હતો અને એક