મારી લાડલી

(11)
  • 3.9k
  • 1.2k

*મારી લાડલી*નવીન અને યામિનીના પ્રેમનું પ્રતીક એટલે નવ્યા.... નવીન પોતે એક શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા. યામિની ડબલ સ્નાતક હોવા છતાં તેણે ગૃહિણી બનવાનું પસંદ કર્યું હતું. આમ તો વિહાન નવ્યા કરતા મોટો હતો. પરંતુ પિતાના પ્રેમનો આખો દરિયો નવ્યા પર પૂરેપૂરો ઢોળાઈ જતો હતો. પિતા અને પુત્રીનો સંબંધ આમ પણ પોતાની રીતે એક અલગ જ રોમાંચ ધરાવતો હોય છે.. એક પિતા પોતાની પુત્રીને દુનિયામાં રહેલું દરેક સુખ આપવા માંગતો હોય છે. એક પુત્રી પિતા માટે અધૂરી રહી ગયેલી દરેક મહેચ્છાઓનો રંજ દૂર કરવા જ આવી હોય છે. આજના જમાનામ