રાધા ઘેલો કાન :- 7 ગયા ભાગમાં જોયું તે પ્રમાણે રાધિકા કિશન વિશે વિચારતા વિચારતા બારીની બહાર જોઈ રહી હોય છે.. અને અહીંયા કિશન પોતાની examની તૈયારી કરતા કરતા તેની ટેક્સ્ટ બુક વાંચી રહ્યો છે.. કેમ? કિશન? પહેલા તો તુ બવ હોશિયાર હતો.. હવે કેમ કોલેજમાં આટલી બધી કેટી આવે છે? કિશનનાં કાકીએ શાક સમારતાં સમારતાં મજાકમાં કિશનને સવાલ કર્યો.. કઈ નઈ કાકી એમ જ.. કિશને ઉતર વાળ્યો.. શુ એમ જ.. !!? અમને ખબર નથી એવુ લાગે.. બીજી બધી વાતોમાં હવે ઓછું ધ્યાન આપ અને ભણવામાં વધારે, તારા પપ્પાનો ફોન આવ્યો હતો ગઈકાલે.. ખબર છે આજ સુધી એટલા ટેન્સનમાં એમને