પિહુનો ભાઈ મંતવ્ય હોય છે એનો ખુલાસો થય જાય છે. મિશા કોણ હોય છે એ પણ ખબર પડે છે સાથે મંતવ્યનો પાસ્ટ ખબર પડે છે. સમ્રાટના પિહુના ફોનમા ફ્લર્ટ કરતા મેસેજો આવ્યા હોય છે પણ પિહુ રિપ્લાય આપતી નથી અને ઇગ્નોર કરે છે. હવે આગળ.... સવારનો સમય હતો. સુરજની આછી લાલી અને પ્રકાશના કિરણો પિહુના રૂમની ગેલેરી માથી અંદર આવીને સીધા જ નાહીને નિકળેલી પિહુની ઝીરો ફિગર જે અત્યારે ટોવેલમા વિંટળાયેલી હ્તી તેના પર પડતા હતા. ભીના લાંબા વાળ, સ્વચ્છ બ્રાઉન આંખો, એ ખુબ સુંદર લાગી રહી હતી. એના લીસા પગ પર ક્રીમ લગાવતી હ્તી ત્યારેજ કોઇ અવાજ સંભળાયો એને.