ધી ડાર્ક કિંગ - 1

(18)
  • 6.7k
  • 1
  • 2.5k

એઝાર્ન સમુદ્ર ની પશ્ચિમ બાજુએ ક્યુડેન ના દરિયા કાંઠે ઊભેલા એક બાળકે પૂર્વ ના ઊગતા સૂર્ય તરફ જોયું તો એક નાનકડી નાવ તેના તરફ આવતી હતી. તેણે તરત જ તેના પિતા ને બોલાવ્યા અને એટલામાં ચાર-પાંચ લોકો ત્યા ભેગા થઈ ગયા, પેલી નાવ ધીમે ધીમે નજીક આવી. તેમાથી એક ખુબ થાકેલો માણસ નીચે ઉતર્યો કે તરત જ એ રાજા પાસે જવા દોડ્યો. ક્યુડેન ના કિંગ ઈક્બર્ટ મંત્રી સાથે રાજ્યની ચર્ચા કરતા હતા એવામાં પેલો માણસ દોડતો દોડતો તેમણી પાસે આવ્યો . મંત્રી તેને જોઇને જ ઓળખી ગયો અને કિંગ