કોલેજની ટ્રીપ પણ ખુબ જ સારી રહી હતી. હવે એક ઉત્સવ આવવાનો હતો. નીલ, ધ્રુતિ, અમીષા અને ચેતન આ ઉત્સવને લઈને ખુબ જ ઉત્સાહિત હતા. સૌથી વધારે ખુશ તો ચેતન હતો. આ ઉત્સવ એટલે અમીષાનો બર્થ-ડે. અમીષાના બર્થ-ડેને લઈને ચેતન ખુબ જ ઉત્સાહિત હતો. ચેતન અમીષા માટે કંઈક ધમાકેદાર સરપ્રાઈઝ પ્લાન કરી રહ્યો હતો. અમીષા પણ પોતાના બર્થ-ડે માટે જોરદાર તૈયારી કરી રહી હતી. નીલ અને ધ્રુતિ પણ ચેતનના આ પ્લાનમાં સાથે હતા. ચેતને લગભગ તૈયારીઓ કરી લીધી હતી. રાત્રીના બાર વાગ્યે અમીષાનો ફોન વાગ્યો, અમીષા : હેલો, ચેતન : હેપ્પીએસ્ટ બર્થ-ડે ડીયર, અમીષા : થેંક-યુ સો