સંબધની મર્યાદા - પ્રકરણ ૪ - મુંજવણ

  • 3.2k
  • 1.4k

મનમાં શાંતિ નહોતી. સ્વભાવમાં આછું ચીડચીડયા પણું આવી ગયું હતું. છ મહિના વીતી ગયા હતા. માલિની ની બહુ નજીક આવી ગયો હતો અને બીજી તરફ આંશી નજીક આવી રહી હતી. એક સાથે ન રહે તો ગૃહસ્થી જીવનની ઘટમાળ અટકી પડી અને આંશીની બાજુ ના રહે તો આર્થિક સ્થિતિ પાનખરમાં પાન સુકાય એમ સુકાય જાય. પાછળના વર્ષોમાં જે પરિસ્થિતિ સર્જાય હતી તે ફરી ફરી સર્જાય. હજી પણ માલિની સુધી વાત પહોંચી નહોતી શકી. હવે તો પહેલા કરતા ભય વધુ લાગતો હતો. કેમકે માલિનીની વધુ નજીક આવી ગયો હતો. માલિની તેનો પૂરતો ખ્યાલ રાખતી હતી, તેની દરેક જરૂરિયાત પૂરી કરતી