અંગત ડાયરી - વ્હાય મી

  • 4.3k
  • 1
  • 1.7k

અંગત ડાયરી ============શીર્ષક : વ્હાય મી? લેખક : કમલેશ જોષીઓલ ઈઝ વેલલખ્યા તારીખ : ૦૩, મે ૨૦૨૦, રવિવારક્યાંક વાંચેલો એક પ્રસંગ જેટલું મને યાદ રહ્યું એ મુજબ વાંચો: ઓલમ્પિકના ફાઈનલમાં પહોંચેલા એક ખેલાડીનું મેચના આગલા દિવસે જ એક્સિડેન્ટ થયું. હાથે, પગે પ્લાસ્ટર આવ્યા. એ મેચ ન રમી શક્યો. એના ચાહક વર્ગમાં જ નહીં, સમગ્ર રમત જગતમાં સન્નાટો પ્રસરી ગયો. થોડા દિવસો પછી એ થોડો સ્વસ્થ થયો ત્યારે એની સામે પત્રોનો ઢગલો કરવામાં આવ્યો. આ પત્રોમાં વિશ્વના ખૂણે-ખૂણેથી એના ચાહકો, પ્રસંશકો દ્વારા એને શુભેચ્છા પાઠવવામાં આવી હતી. એની સાથે બનેલી દુર્ઘટના બદલ અફસોસ વ્યક્ત કરવામાં આવ્યો હતો. કેટલાકે લખ્યું હતું કે ભગવાને