આજે પૂનમ છે. લિપ્તા મહેલમાં જવાની ચિંતામાં આખી રાત ઊંઘી પણ નથી. એના મનમાં એક જ વિચાર આવે છે કે શું પોતે લક્ષવને બચાવી શકશે? જો એ એના પ્રયત્નમાં અસફળ થશે તો લક્ષવ અને પર્વનું શું થશે? આ વિચારતા એ અત્યારે પણ એને કંપારી છૂટી જતી. એના મનમાં સવાલના એટલા બધા જાળા ગૂંથાઈ ગયા કે કેમેય કરીને એમાંથી બહાર નહોતી નીકળી શકતી. એ જાણતી હતી કે એના બધા સવાલના જવાબ માત્ર હેમિષાબેન આપી શકે એમ હતા પરંતુ સવારનો સમય હોવાથી હેમિષાબેન કામમાં વ્યસ્ત હતા. આથી એમને હેરાન કરવાનું લિપ્તાને યોગ્ય ન લાગ્યું. એણે બાજુબંધ હાથમાં