રાઈટ એંગલ - 19

(21)
  • 2.4k
  • 1.1k

રાઈટ એંગલ પ્રકરણ–૧૯ ‘હજુ તો શરુઆત છે ભાઇ જો આગળ શું થાય છે!‘ કશિશ મનોમન બોલી. નિતિન લાકડાવાળાએ પોતાના અસીલ વતી બીજી દલીલ કરી, ‘સર, આ કેસમાં એલીગેશન્સનું લેવલ જ એવું નથી કે જેને કારણે કોઇ ગુનો બને છે તે સાબિત થાય. મારા અસીલને માત્ર હેરાન કરવાના ઇરાદાથી આખી ય વાત ઘડી કાઢવામાં આવી છે. બિનપાયાદાર વાતને આરોપ બનાવીને રજૂ કરવામાં આવ્યા છે. આથી મારી અરજી છે કે મારા અસીલની ડિસ્ચાર્જ અરજી મંજુર કરવામાં આવે. અને એમને ટ્રાયલમાંથી બરી કરવામાં આવે! ‘ જજે એમની દલીલ સાંભળીને રાઈટર પાસે એક–બે પોઇન્ટ નોટ કરાવ્યા. પછી એમણે રાહુલ સામે જોયું જેમાં આદેશ હતો