રુદ્ર ની પ્રેમકહાની ખંડ 2 અધ્યાય-૧૪ મેઘનાનાં આદેશ પર રાજમહેલનાં મુખ્ય ઉદ્યાનમાં યુદ્ધ અભ્યાસ માટેની સંપૂર્ણ ગોઠવણ કરી દેવામાં આવી હતી. યુદ્ધ અભ્યાસ માટે ઢાલ, તલવાર, કટાર ઉપરાંત ધનુષ-બાણ અને ભાલાને પણ ઉદ્યાનની વચ્ચે બનેલાં લંબચોરસ બાંધકામની મધ્યમાં રાખવામાં આવ્યાં. આજથી પહેલાં ક્યારેય મેઘનાએ આવી કોઈ યુદ્ધ તાલીમ મેળવી નહોતી એટલે ત્યાં મોજુદ સૈનિકો અને રાજમહેલમાં કામકાજ સંભાળતા અન્ય કાર્યકર્તાઓ પણ રાજકુમારીની આ તાલીમ જોવાં એકઠાં થયાં. "રાજકુમારી, બોલો આજે પ્રથમ દિવસે કયાં હથિયારથી શરૂ કરીશું?" રુદ્રએ ત્યાં સ્થિત હથિયારો તરફ ઈશારો કરતા કહ્યું. "તલવાર!" મેઘનાએ એક ત્રણ હાથ લાંબી તલવાર હાથમાં લેતાં કહ્યું. "રાજકુમારી તમારી પસંદ ઉચિત નથી. તમે