--------------------------------------------।જાતરા ।----------------------------------------------------------------- ---- અર્જુનસિંહ.કે.રાઉલજી. ---ઓઇ મા રે ! ... સુમતિ ચીસ પાડી ઉઠી . લારી ઉભી રાખી તેણે જોયું તો એક કાંટો –બાવળનો તેના ડાબા પગના તળિયામાં ભોંકાઇ ગયો હતો .. દર્દ તો થતું હતું છતાં દર્દને ગણકાર્યા સિવાય તેણે કાંટો ખેંચી કાઢ્યો .. આ તો હવે રોજનું થયું હતું ...જ્યારથી ચંપલ નહીં પેરવાની તેણે અને માધાએ બાધા રાખી હતી ત્યારથી જ ..! માધો તો જતો રહ્યો પણ સુમતિના માથે આ જવાબદારી આવી ગઇ ... અને તે તેણે પ્રેમથી સ્વીકારી લીધી... હવે એ માનતા પૂરી થવામાં વધારે વાર લાગે એમ નહોતી ,તેણે બે દિવસ ઉપર જ પોતાની બચત ગણી