લાગણીની સુવાસ - 36

(51)
  • 5.5k
  • 3
  • 1.7k

મીરાંએ નાસ્તામાં સેવ ખમણીને ખાંડવી અને ચા લઈ આવી.. નયનાબેનને ખૂબ આગ્રહ કરીને શારદા બેને નાસ્તો પૂરો કરાવ્યો... " આમ આટલા દૂર આવ્યા છો.... સવારનું કાંઈ ખાધુ પણ નઈ હોય..... આટલો નાસ્તો તો કરવો જ પડે... શારદાબેન બોલી રહ્યા હતાં.. મીરાં પાછી ઘરમાં કામે લાગી ગઈ... એટલામાં નર્મદાબેન આવ્યા...શારદી બુન.... ઓ.... શારદી.... બુન.... શારદાબેન નર્મદા બેનનો અવાજ ઓળખી ગયાને એમને ડેલીના અંદર આવવા બૂમ પાડી... નર્મદાબેન અંદર આવ્યા.... શારદાબેને નયનાબેન ની ઓળખાણ આપી... થોડી ઔપચારીક વાતો પછી... નર્મદાબેન જતા જતાં નયનાબેનને જમવાનું એક ટાણુ અમારા ઘરે રાખજો એમ આમંત્રણ આપતા ગયા... મીરાં મહેમાનને ચા પીવા