#KNOWN - 3

(25)
  • 3k
  • 2
  • 1.6k

આળસ ખાતી અનન્યાએ સવારે ઉઠીને જોયું તો તેના બેડ પાસે અડધા ખાધેલા મરેલા ઉંદર પડ્યા હતા. અનન્યા ડરી ગઈ અને ત્યાંથી ઉભી થઇ ગઈ. દરેક ઉંદરો અડધા ખાઈને પડ્યા હતા. "આ રેટ્સ અહીંયા કેમના આવી ગયા?? " થૂંક ગળા નીચે માંડ ઉતારતી અનન્યા વિચારવા લાગી. "લાગે છે તે પડછાયાંએ જ આ બધું કર્યું હશે." એમ વિચારતી અનન્યા બાથરૂમમાં જઈને ફ્રેશ થવા જાય છે. બ્રશ લઈને તે કોલગેટ કાઢીને જેવી બ્રશ કરવા જાય છે ત્યાં અરીસામાં પોતાનો ચહેરો જોઈને તેની આંખોના ડોળા મોટા થઇ જાય છે.તેની આંખો ડરથી મીંચાઈ જાય છે. તે ફરી ખોલીને જોવે છે.