માઉન્ટ આબુના પ્રવાસે - (અંતિમ)

(16)
  • 4.1k
  • 3
  • 1.8k

હવે માઉન્ટ આબુ ટ્રીપનું છેલ્લું સ્થળ સનસેટ પોઇન્ટ જોવાનું બાકી રહ્યું હતું. ખરેખર સનસેટ પોઇન્ટ જોયા વગર આ ટ્રીપ અધૂરી હતી. શિયાળામાં છ-સાડા છની આસપાસ લાલ-નારંગી રંગનો સૂર્ય લગભગ તેની આસપાસનું આકાશ પણ તેનાં કિરણો દ્વારા થોડું નારંગી રંગે રંગી નાખે છે અને અચાનક જ તે વાદળો વચ્ચે ડૂબી જાય છે.પ્રકાશ ધીમે ધીમે ઝાંખો પડતો જાય છે. લગભગ પંદરેક મિનિટમાં નારંગી રંગ ગાયબ થઇને હળવું અંધારું છવાઈ જાય છે,સૂર્યાસ્ત થઈ ગયો હોય છે. અરવલ્લી રેન્જની સમૃદ્ધ હરિયાળી એક તરફ અને સનસેટ પોઇન્ટથી લાલ અને નારંગી રંગે રંગાયેલ સુરત નિહાળવાની મજા એક તરફ. સનસેટ પોઇન્ટની ફરતે રેલીંગ બાંધેલી છે. ત્યાં આવતા