મુશ્કેલીઓ દૂર કરતા શીખો - 6

  • 2.7k
  • 2
  • 1.1k

૬) વ્યસનોથી દુર રહો. સામાન્ય રીતે વ્યક્તી જ્યારે મુશ્કેલીઓમા સપડાતો હોય છે ત્યારે તેના મનમા સારા નરસા વિચારોનો વંટોળ સર્જાતો હોય છે. શું કરવુ અને શું ન કરવુ તેની મથામણમા પડી મનોમન એવુ વિચારવા લાગતો હોય છે કે મારી સાથે કોઇ છેજ નહી, સમગ્ર દુનિયા મારી વિરુદ્ધ છે, મને કોઇ પસંદ કરતુ નથી કે મદદ કરવા કોઇજ તૈયાર નથી. આ આખી દુનિયા સ્વાર્થીજ છે, હું છેતરાઇ ગયો છુ, ભગવાને બધા દુ:ખ મારા ઉપરજ નાખ્યા છે વગેરે જેવા વિચારોના વમળમા ફસાઇ જતો હોય છે. પછી તે આમાથી બહાર નિકળવા કે દુ:ખોને હળવા કરવા માટે કોઇકનો સાથ સહકાર કે ટેકાની અપેક્ષા રાખવા