જીવતી સંપત્તિ – એન્તોન ચેખોવ (ભાગ - ૧૦ - અંતિમ)

(23)
  • 2.9k
  • 4
  • 1.1k

જીવતી સંપત્તિ – એન્તોન ચેખોવ ભાવાનુવાદ – સિદ્ધાર્થ છાયા ભાગ - ૧૦ (અંતિમ) “હું તને એ આપી દઈશ... આજે જ આપીશ, હું મારા નોકરને દસ્તાવેજ કરવા માટે મોકલી દઈશ. ત્યાં તારે બધાને એમ કહેવું પડશે કે તે એને ખરીદી લીધું છે... જતો રહે, હું તને ફરીથી વિનંતી કરું છું.” “ઠીક છે, હું જતો રહીશ. હું સમજી શકું છું.” “તો ચાલ અત્યારે જ આપણે નોટરી પાસે જઈએ,” ગ્રોહોલ્સકીએ કહ્યું, તે ખૂબ ખુશ થયો અને બગીવાનને બોલાવવા માટે જતો રહ્યો. બીજા દિવસે સાંજે જ્યારે લીઝા બગીચા પાસેની ખુરશી પર બેઠી હતી જ્યાં તે સામાન્ય રીતે ઇવાન પેત્રોવીચને મળતી હતી, ગ્રોહોલ્સકી તેની પાસે