પ્રેત યોનિની પ્રીત... - 37

(146)
  • 6.9k
  • 13
  • 2.8k

પ્રેત યોનીની પ્રીત... પ્રકરણ-37 પરકાયા પ્રવેશનો પ્રયોગ સફળ થયો હતો. અઘોરનાથ ખૂબજ ખુશ હતાં. ગોકર્ણ બધીજ ગતિ વિધીનો સાક્ષી બની રહ્યો હતો. મનસા બાબાની મંત્રશક્તિથી સંમોહન સ્થિતિમાં અત્યારે પ્રેત યોનીની પીડા પહેલાનાં વૈદેહીનાં જન્મ સમયમાં જીવી રહી હતી અત્યારે સંપૂર્ણ વૈદેહી બની ચૂકી હતી અને એમાંજ વિતી ગયેલી ક્ષણો અને જીવન જીવી રહી હતી.. એને હવે દરેક પળ ખૂબ કઠીન લાગી રહી હતી એની વાચા કંઇ બોલવા માટે પણ શક્તિમાન રહી નહોતી. માનસનું શરીર માં માયાનાં મંદિરમાં માનાં ચરણો પાસે ગોકર્ણએ રાખેલું હતું.. ચારેબાજુ સાવ નિરવશાંતિ હતી શેષનાગ ટેકરી પર માત્ર છ જણાં જ હાજર હતાં બાકી બધાં જ નીકળી ચૂક્યાં