પ્રિંસેસ નિયાબી - ભાગ 16

(20)
  • 4.3k
  • 4
  • 1.8k

આખો દિવસ બધા જ લોકો માટે ઉચાટ અને ચિંતા નો રહ્યો. મોઝિનો ચિંતામાં હતો કે, દેવીસિંહ માનશે? શુ એ પોતાની દીકરી માટે દેશભક્તિ છોડી દેશે? કે પછી દીકરીની બલી ધરી દેશે?લુકાસા પણ આવા જ વિચારોમાં હતી કે, શુ દેવીસિંહ એ સ્વીકારશે કે માતંગી એની જ દીકરી છે? શુ એ મારી વાત માની મને મીનાક્ષી રત્ન આપશે? માતંગી શુ વિચારશે? શુ માતંગી ને સંભાળવી મુશ્કેલ બનશે?માતંગી વિચારી રહી હતી કે, પોતે પોતાની જાત પર કાબુ રાખી શકશે પિતાને જોઈ? શુ મારા પિતા મારી માટે મીનાક્ષી રત્ન લુકાસા ને આપશે? શુ ખરેખર લુકાસા મીનાક્ષી રત્નના બદલામાં મારી આપલે કરશે કે પછી એની